Bharwad Yuva Sangathan

Bharwad Yuva Sangathan


Portfolio Description

ભરવાડ યુવા સંગઠન – આ વિચારને આકાર આપ્યો ભરવાડ સમાજના થોડા દૂરંદેશી યુવાનોએ. એક સામાન્ય ચર્ચાથી શરૂ થયેલી આ વાત સમાજના સર્વે ઉપર જઈને સ્થિર થઇ અને આ સર્વેમાં શિક્ષણ પ્રત્યે નિરસતા, સમાજમાં પ્રવર્તા કુરિવાજો, યુવાનોને વ્યસનોનું વળગણ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નાણાંને અભાવે પડતી ઉચ્ચ અભ્યાસની તકલીફો, આરોગ્યને લગતા પ્રશ્નો, બિન રોજગાર યુવાનો, જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જયારે આ સર્વેના પરિણામો નજર સમક્ષ આવ્યા ત્યારે ચોંકાવનારા હતા.

આખરે, 24 નવેમ્બર 2017ના રોજ આ યુવાનોએ સમાજને ઉપરના મુદ્દાઓમાંથી ઉગારવાનું બીડું ઝડપીને હૈયાના ઊંડાણથી કામે લાગ્યા અને આકાર પામ્યું “ભરવાડ યુવા સંગઠન“.

Portfolio Details